મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા સરદારબાગમાં 5 જાન્યુઆરી ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4000થી વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનો ખજાનો વિનામૂલ્યે વાંચવા માટે ઉપલબ્ધ હશે. પરબના 2000થી વધુ નિયમિત વાચકો સાથે પુસ્તક પરિચય આપવામાં આવે છે.