મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 4 જાન્યુઆરીના રોજ 1501 ક્વિન્ટલ એટલે કે 7505 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1497 સુધી બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 113 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 770, તલના 2342, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1063 સુધી ભાવ બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4430, બાજરાના 615, વરિયાળીના 1319, અડદના 1407, ચણાના 1211, એરંડાના 1196, કાળા તલના 4565, સીંગફાડાના 1111 અને સોયાબીનના 784 રૂપિયા ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 900 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 400 રૂપિયા, કોબીજના 140 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 700 રૂપિયા, દુધીના 240 રૂપિયા અને સુક્કી ડુંગળીના 480 રૂપિયા ભાવ બોલાયા છે.