મોરબીના પ્રથમ મ્યુનિસિપલ કમિશનરે ચાર્જ સંભાળ્યો, પ્રથમ દિવસે કચેરીનું નિરીક્ષણ અને શાખા અધિકારીઓ સાથે બેઠક કરી હાલ કેવી કામગીરી થઈ રહી છે તેનું નિરીક્ષણ કરશેhttps://youtu.be/CKI4nzeZ5G4મોરબી : મોરબીના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ આજે ચાર્જ સંભાળી લીધો છે. તેઓએ પહેલા પહેલા રોડ, પાણી, ગટર અને સ્વચ્છતા જેવી પ્રાથમિક સેવાઓનું સ્તર સુધારી ત્યારબાદ આગળની સેવાઓનો વ્યાપ વધારવામાં આવશે તેવું જાહેર કર્યું છે. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ કહ્યું કે રાજકોટ મહાપાલિકામાં એક વર્ષ નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી છે. જે અનુભવનો મહત્તમ યુઝ થઈ શકશે. પાલિકાથી મહાપાલિકા બનવાની પ્રક્રિયામાં ઘણી પ્રોસેસ કરવી પડે છે. વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરની જરૂર પડ્યે મદદ લઈશું.ઘણી સેવા એવી છે કે પાલિકામાં અપાતી નથી તે મહાપાલિકામાં લોકોને મળશે. તેઓએ ઉમેર્યું કે પહેલા પ્રાથમિક સુવિધાઓ છે. તેનું સ્તર લોકોની અપેક્ષા મુજબ પહોચાડીશુ. બાદમાં અન્ય વધારાની સેવાઓ અને સવલતો ઉપર ધ્યાન દેવાશે. અમુક સુવિધાઓ એક-બે દિવસ કે અઠવાડિયામાં ન ઉભી થાય. થોડા દિવસો થશે. અમુક અધિકારીઓની નિમણુંક સરકાર કક્ષાએ તથા અમારા દ્વારા થશે. પૂરતું મહેકમ નિયમ અનુસાર ઉભું કરવામાં આવશે.મહાપાલિકામાં શરૂઆતમાં ઘણા ચેલેન્જ આવશે. લોકો પાસેથી અપેક્ષા છે કે સહકાર આપે. લોકો રોડ ઉપર ગંદકી ન કરે. મોરબી મહાપાલિકા તંત્ર સ્વચ્છતાને લઈને પૂરતા પ્રયાસો કરશે. લોકો પણ જ્યાં ત્યાં ગંદકી ન કરી મહાપાલિકાને સહયોગ આપે. તેઓએ કહ્યું કે આજે તેઓ દ્વારા પ્રથમ દિવસે મોરબી મહાપાલિકા કચેરીનું નિરીક્ષણ કરવામાં આવશે. કચેરીમાં ક્યાં ક્યાં વિભાગો કાર્યરત છે. તેના શાખા અધિકારીઓ સાથે મિટિંગ કરી હાલની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવશે._________________________________કચેરીએ આવતી વેળાએ કમિશનરે ગંદકી અને પાર્કિંગની સમસ્યા જોઈમ્યુનિસિપલ કમિશનરે જણાવ્યુ કે મહાપાલિકા મળતા જ લોકોની અપેક્ષા વધુ છે. તે પ્રમાણે સેવાનું સ્તર વધારીશું. હું આજે કચેરીએ આવતો હતો. ત્યારે રસ્તામાં જોયુ કે કચરો છે. અનેક જગ્યાએ ન્યૂસન્સ પોઇન્ટ છે. ફૂટપાથનું લેવલ બરાબર નથી. પાર્કિંગના પણ ઇસ્યુ છે. આ બધું ઠીક કરવાનું કામ પ્રાથમિકતામાં રહેશે._________________________________