માતા સાવિત્રાબાઈ ફૂલે જન્મજયંતી નિમિત્તે વિદ્યાર્થીઓને સ્ટેશનરીનું વિતરણ કરાયુંમોરબી : માળિયા વનાળિયાની લાયન્સ નગર સ્કૂલમાં ડો. બાબાસાહેબ આંબેડકરના ફોટોનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને દેશ પહેલા મહિલા શિક્ષિકા માતા સાવિત્રીબાઈ ફૂલે જન્મ જયંતી નિમિત્તે વિદ્યાર્થીઓને બોલપેન-ફૂલસ્કેપ ચોપડા આપી નાસ્તો કરાવીને ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, સામાજિક ન્યાય સિમિતના ચેરમેન અશોકભાઈ ચાવડા, અનુ. મોર્ચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, પ્રદેશ હોદ્દેદાર વિઠ્ઠલભાઈ, ભાજપના અગ્રણી જ્યોતિસિંહ જાડેજા, રાજુભાઈ પરમાર જેતપર, મનુભાઈ સારેસા, દીપકભાઈ ચૌહાણ, રાજનભાઈ પંડૂબીયા, પ્રવીણભાઈ સોલંકી, કાંતિભાઈ ચાવડા, અનિલભાઈ અબાલિયા, પ્રભાબેન મકવાણા અને માળિયા વનાળિયા ગ્રામપંચાયતના હોદ્દેદારો સાથે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના સહિયોગી સંગઠન એકતા ગ્રુપ / 13 પરિવાર સમિતિ અને ગૌતમભાઈ સોલંકી અને જગદીશભાઈ ચાવડાએ મળીને સ્કૂલના આચાર્ય, શિક્ષક અને સ્ટાફ દ્વારા સન્માન સાથે ડો. બાબાસાહેબ આંબેડકજીના ફોટોનું અનાવરણ કર્યું હતું.