ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના ભાજપના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યુંhttps://youtu.be/CKI4nzeZ5G4મોરબી : મોરબી મહાપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. આજે તેઓનું ધારાસભ્ય સહિતના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મોરબી મહાનગરપાલિકા જાહેર થઈ ગઈ છે. સાથે જ મ્યુનિસિપલ કમિશનર અને બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોની વરણી પણ થઈ ગઈ છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર તરીકે મુકાયેલા સ્વપ્નિલ ખરેએ આજે મહાપાલિકા કચેરી ખાતે આવી ચાર્જ સાંભળ્યો છે. આ વેળાએ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ ભાજપના આગેવાનોએ મ્યુનિસિપલ કમિશનરનું બુકે આપી સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલ મ્યુનિસિપલ કમિશનર જૂની નગરપાલિકા કચેરી ખાતે જ બેસશે.