આ કેમ્પમાં દર્દીને ફ્રીમાં 3 દિવસની દવા આપવામાં આવશે મોરબી : મોરબીમાં આરતીબેન મેહુલભાઈ રત્નાણીના જન્મદિવસ નિમિત્તે તા. 7-1-2024ના રોજ બપોરે 3 થી 6 કલાક દરમ્યાન ડો. પટેલ સાહેબના સૈજન્યથી ડાયાબિટીસ તથા બીપીના દર્દીઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન રામદેવપીર મંદિર, સો-ઓરડી, સામાકાંઠે, મોરબી - 2 ખાતે કરવામાં આવ્યું છે. જેમાં આરતીબેન મેહુલભાઈ રત્નાણી પરિવાર તરફથી 3 દિવસની દવા ફ્રીમાં આપવામાં આવશે. આ કેમ્પમાં તાવ, શરદી, ઉધરસ તથા ડાયાબિટીસ અને બીપી ચેક કરી આપવામાં આવશે. આ સાથે જ દર્દીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.