મોરબી : રાજકોટ ડિવિઝનમાં લાખાબાવળ-પીપળી સેક્શનમાં આવેલા લેવલ ક્રોસિંગ ગેટ નંબર 214 ની જગ્યાએ રોડ અંડર બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ અંતર્ગત ગર્ડર ડિ-લોન્ચ કરવા માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 4 જાન્યુઆરી, 2025 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસને રીશેડ્યુલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી 04.01.2025 ના રોજ તેના નિર્ધારિત સમય 15.15 કલાકને બદલે 1 કલાક અને 50 મિનિટ મોડી એટલે કે 17.05 કલાકે ઉપડશે. રેલ્વે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ અને ટ્રેનના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.