આરટીઓ મોરબી કચેરી, જિલ્લા ટ્રાફિક પોલીસ શાખાના અધિકારીઓ દ્વારા 200થી વધુ યુવાઓને માર્ગદર્શન આપયું મોરબી : આજરોજ 3 જાન્યુઆરીના રોજ મોરબીની ઓમ શાંતિ વીવીએમ કોલેજ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણીના ભાગરૂપે આરટીઓ મોરબી કચેરી તથા જિલ્લા ટ્રાફિક પોલીસ શાખાના અધિકારીઓ દ્વારા આશરે 200થી વધુ યુવા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ દરમ્યાન સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, હિટ એન્ડ રન સહાય યોજના અને ગુડ સમરીતન યોજના વગેરે જેવી બાબતોની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આરટીઓ મોરબી તરફથી આરટીઓ ઇન્સ્પેક્ટર એ. આર. સૈયદ તથા આર.કે. રાવલ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ તરફથી પીએસઆઇ હાજર રહ્યા હતા.