વ્યાજ મુદલ આપી દેવા છતાં જાનથી પતાવી દેવાની ધમકી, બે વિરુદ્ધ ગુન્હો દાખલમોરબી : મોરબીમાં વ્યાજખોરોએ માજા મૂકી હોવાની વધુ એક ઘટના સામે આવી છે જેમાં પુત્રએ વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજ અને મુદલ પરત આપવા છતાં બે વ્યાજખોરોએ વૃદ્ધને જાનથી મારી નાખવા ધમકી આપતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો છે.મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર રહેતા મૂળ ચાચાપર ગામના વતની રતિલાલ હરખજીભાઈ ફેફરે આરોપી નરેન્દ્ર રઘુવીર રામાનુજ રહે.ઓમશાન્તિ સ્કૂલ પાછળ મોરબી અને આરોપી વિજય વસરામભાઈ હૂંબલ રહે.મોટા દહીંસરા તા.માળીયા મિયાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના પુત્રએ બન્ને વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે પૈસા લીધા બાદ વ્યાજ અને મુદલ પરત આપી દેવા છતાં વધુ નાણાં પડાવવા માટે બન્ને આરોપીઓએ બળજબરીથી ચેક પડાવી લઈ જાનથી મારી નાખવા ધમકી આપી રહ્યા છે. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.