મોરબી : મોરબીના નવલખી બાયપાસ વાળા રસ્તે મોબાઈલ ફોન અને ઓરિજનલ ડોક્યુમેન્ટ વાળુ પર્સ મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જીઆરડી જવાન દિવ્યરાજસિંહ રાણાને મળ્યું હતું. ત્યારે દિવ્યરાજસિંહ રાણાએ પ્રામાણિકતા દાખવીને આ મોબાઈલ અને પર્સ મૂળ માલીકને પરત કર્યું હતું. આ તકે મોબાઈલ ફોન અને પર્સના માલીકે પણ દિવ્યરાજસિંહ રાણાનો આભાર વ્યક્ત કર્યો હતો.