મોરબી : શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા દ્વિતીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં તા. 4-1-2025ને શનિવારના રોજ રાત્રે 9:30 કલાકે શ્રી રઘુવંશી ધામ, 8-કાયાજી પ્લોટ, મોરબી ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક ડાયરામાં ભજનિક સાગરદાન ગઢવી દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે.