સૌરાષ્ટ્ર બોન્સાઇ ક્લબ દ્વારા રાજકોટમાં શનિ-રવિ બે દિવસનું બોન્સાઇ પ્લાન્ટનું ભવ્ય પ્રદર્શન, જેમાં 200થી વધુ બોન્સાઇ પ્લાન્ટ હશેમોરબી : શુ તમને ખબર છે ? લીમડો, પીપળો જેવા ઘેઘુર વૃક્ષ માત્ર બે વેતથી લઈ 4 ફૂટ સુધીના પણ હોય છે. જેને બોન્સાઇ પ્લાન્ટ કહેવામાં આવે છે. આ બોન્સાઇ પ્લાન્ટનું પ્રદર્શન સૌરાષ્ટ્ર બોન્સાઇ ક્લબ દ્વારા શનિ-રવિ રાજકોટ ખાતે યોજાનાર છે. જેનો સમય સવારે 10થી સાંજે 8 રહેશે. સ્થળ ફન સ્ટ્રીટ, રેસકોર્સ, રાજકોટ રહેશે. આ પ્રદર્શનમાં 200થી વધુ બોન્સાઈ પ્લાન્ટ જોવા મળશેઆ અંગે વિગતો આપતા ચેતનભાઈ સિંધવ જણાવે છે કે લીમડો, પીપળ, વડ જેવા જમીન ઉપર થતા વૃક્ષોના બોન્સાઇ પ્લાન્ટ બની શકે છે. આ વૃક્ષ નાના કુંડામાં આજીવન રહે છે. તેની સાઈઝ એક વેતથી લઈ 3થી 4 ફૂટ સુધીની હોય છે. ફળના વૃક્ષમાં ફળ પણ આવે છે. અમુક પ્રજાતિમાં મોટા ફ્રુટ આવે છે. અમૂકમાં નાના આવે છે.બોન્સાઇ પ્લાન્ટને વિરાટ વૃક્ષનું નાનું સ્વરૂપ કહેવામાં આવે છે. બોન્સાઇ આર્ટનો જન્મ ચીનમાં થયો હતો. અત્યારે જાપાન, તાઇવાન, થાઇલેન્ડ જેવા અનેક દેશોમાં ઇન્ડસ્ટ્રીના સ્વરૂપે બોન્સાઈ આર્ટ વિકસી છે. ત્યાં આની ફેક્ટરીઓ પણ છે. જ્યાંથી બોન્સાઇ પ્લાન્ટ આખા વિશ્વમાં સપ્લાય થાય છે. આ પ્રદર્શનમાં લોકલ સૌરાષ્ટ્રના આર્ટિસ્ટે બનાવેલા બોન્સાઇ પ્લાન્ટ જોવા મળશે. વધુ વિગત માટે મો.નં. મો.નં.99793 42986 અથવા 94272 13009 ઉપર સંપર્ક કરવો.