મોરબી : મોરબી તાલુકાના રાપર ગામની સીમમાં આવેલ જગદીશભાઈની વાડીએ રહી ખેત મજૂરી કરતા સંતોકીબેન સુખરામભાઈ મસ્વન ઉ.45 નામના મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.