યોગ્ય કાર્યવાહી નહિ થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ કરવાની માલધારી વિકાસ સંગઠનની ચીમકીમોરબી : ઘુમંતું માલધારીઓના પશુઓની અવારનવાર ચોરી થતી હોવાની ઘટનાને લઈને માલધારી વિકાસ સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરી આ મામલે ત્વરિત કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.માલધારીઓ પોતાના પશુઓની નિભાવ કરવા માટે એક જીલ્લાથી બીજા જીલ્લામા સ્થળાંતર કરતા હોય છે. આવા સમયે અવાર- નવાર પશુઓની તસ્કરીની ઘટના બને છે. પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. ખાસ કરીને સુરેન્દ્રનગર - મોરબી જીલ્લામાં તસ્કરીની ઘટના અવાર-નવાર સામે આવી છે. તો માલધારીઓની ફરીયાદને ધ્યાનમાં લઇને તસ્કરોને પકડીને કડકમા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. જો આ તસ્કરોને તથા ચોરોને પકડવામાં નહી આવે તો સમગ્ર ગુજરાતમાં માલધારીઓ તથા માલધારી સંગઠનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવશે.