મોરબી : મોરબી મહાપાલિકામાં આજે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ ચાર્જ સાંભળ્યો છે. ત્યારે આજથી જ મહાપાલિકાની અંદર સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે મોરબી શહેરમાં સ્વચ્છતાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. પણ મહાપાલિકાના ગ્રાઉન્ડમાં જ કચરાના ઢગલા ખડકાયેલા હોય, મહાપાલિકા દ્વારા પહેલા કચેરીમાંથી જ સફાઈ શરૂ કરી છે. આમ મહાપાલિકા થતા જ તંત્રમાં ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. હવે શહેરીજનોને આશા છે કે આવી રીતે સમગ્ર શહેરમાં પણ સફાઈ ઉપર ભાર મૂકવામાં આવે.