અન્ય 4 આરોપીઓના નામ ખુલ્યા : રૂ.2.40 લાખના દારૂ સાથે કુલ રૂ. 7.40 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયોહળવદ : હળવદ તાલુકાના માથક ગામે સુંદરભાવની જવાના રોડ ઉપરથી એક પિકઅપ ગાડીના ચાલક તથા અન્ય એક આરોપીને દેશી દારૂ 1200 લીટર સાથે કુલ કી. રૂ. 7,40,000ના મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર, હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે હળવદ તાલુકાના માથક ગામે સુંદરભાવની જવાના રોડ ઉપર બોલેરો પિકઅપ ગાડીમાં 1200 લીટર દેશીદારૂ કી. રૂ. 2,40,000 એમ કુલ મુદ્દામાલ 7,40,000 સાથે ચાલક મયુરસિંહ અખુભા ઝાલા તથા સાથેના એક આરોપી સંજયભાઈ હસમુખભાઈ દેકાવડીયાની પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુન્હામાં ઘનશ્યામભાઈ શંકરભાઈ, હસમુખભાઈ મધુભાઈ, વેલજીભાઈ ઉર્ફે વાલો સામજીભાઈ, અજય ઉર્ફે ભૂરો સામજીભાઈ એમ કુલ ચાર આરોપીના નામ ખુલ્યા છે. આ કામગીરી આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેક્ટર હળવદ પો.સ્ટે., તથા એ.એસ.આઈ. અજીતસિંહ નટુભા સીસોદીયા, પો.હેડ કોન્સ. દિનેશભાઈ હનાભાઈ બાવળીયા, વિપુલભાઈ સુરેશભાઈ ભદ્રાડિયા તથા પોલીસ કોન્સ. હરવીજયસિંહ કિરીતસિંહ ઝાલા, રણજીતસિંહ અરજણભાઈ રાઠોડ તથા મનોજભાઈ ગોપાલભાઈ પટેલ વગેરે સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.