મોરબી : મોરબી મહાપાલિકા બન્યા વેંત જ તુરંત મ્યુનિસિપલ કમિશનર અને બે ડેપ્યુટી કમિશનરોની નિમણુંક કરવામાં આવી છે. હવે સરકાર દ્વારા માર્ગ અને મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશ આદ્રોજાની મહાપાલિકાના સિટી ઈજનેર તરીકે નિમણુંક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નવી જાહેર થયેલી તમામ 9 મહાપાલિકામાં સરકાર દ્વારા સિટી ઇજનેરની આજે નિમણુંક કરવામાં આવી છે.