મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 3 જાન્યુઆરીના રોજ 1675 ક્વિન્ટલ એટલે કે 8375 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1517 સુધી બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 112 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 755, તલના 2204, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1092 સુધી ભાવ બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4400, બાજરાના 562, ચણાના 1247, તુવેરના 1551, મઠના 865, અને સોયાબીનના 788 રૂપિયા ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 400 રૂપિયા, કોબીજના 140 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 700 રૂપિયા, દુધીના 240 રૂપિયા અને સુક્કી ડુંગળીના 560 રૂપિયા ભાવ બોલાયા છે.