મોરબી : માળીયા મિયાણા તાલુકાના ચાચાવદરડા ગામ નજીક પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે સીએનજી રીક્ષા સાથે અકસ્માત સર્જતાં રીક્ષામાં સવાર પાંચ લોકોને ઇજાઓ પહોંચી હતી અને એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના ચાચાવદરડા ગામ નજીક જીજે - 10 - ડીએન - 0527 નંબરની આઈ 20 કારના ચાલકે જીજે - 01 - ટીએફ - 2928 નંબરની રીક્ષા સાથે અકસ્માત સર્જતાં રીક્ષા ચાલક ઇરફાનભાઈ ગફુરભાઈ માલાણી ઉ.21 રહે.માળીયા મિયાણા, રીક્ષામાં બેઠેલા જાનબાઈ, નસીમબેન, નસીમબેનની પુત્રી અને ધર્મિષ્ઠાબેનને ઇજાઓ પહોંચી હતી. જ્યારે ભાવનાબેનને માથામાં ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક કાર રેઢી મૂકી નાસી ગયો હતો.