વાંકાનેર : મોરબી જિલ્લામાં નવા વર્ષમા જુગારના પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાતીદેવડી ગામની સીમમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા છ આરોપીઓને પકડી પાડી 10,700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ રાતીદેવડી ગામની સીમમા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડી આરોપી પ્રવીણભાઇ બાબુભાઇ દંતેસરીયા, મહેશભાઇ રવજીભાઇ સનોરા, ખીમજીભાઇ ભવાનભાઇ વોરા, મેઘાભાઇ વિરમભાઇ મુંધવા, જગદીશભાઇ નરશીભાઇ જાદવ અને રણછોડભાઇ બાબુભાઇ દંતેસરીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,700 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.