મોરબી : મોરબી મહાનગરપાલિકા તરીકે જાહેર થયા વેંત જ સરકારે મ્યુનિસિપલ કમિશનર અને ડે.મ્યુનિસિપલ કમિશનરની નિમણુંક કરી દીધી છે. ત્યારબાદ બીજા નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે ચીફ ઓફિસર સંજય સોનીની નિમણુંક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નવી જાહેર થયેલ 9 મહાનગરપાલિકા માટે સરકારે એક મ્યુનિસિપલ કમિશનર અને બે નાયબ મ્યુનિસિપલ કમિશનરોની નિમણુંક કરી દીધી છે.