મહાપાલિકા જાહેર થતા હવે તેના બેનર હેઠળ તમામ કામગીરી શરૂ કરાશેમોરબી : મોરબી મહાપાલિકા જાહેર થતા નગરપાલિકાની તમામ કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. હવે મહાપાલિકાના બેનર હેઠળ કામગીરી ફરી શરૂ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. નગરપાલિકા કચેરી ખાતે આજે જન્મ મરણ દાખલા સહિતની કામગીરી બંધ કરી દેવાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મોરબી મહાપાલિકા જાહેર કરી દેવાય છે. એટલે હવે મહાપાલિકાના બેનર હેઠળ તમામ ડોક્યુમેન્ટ આપવામાં આવશે. જેની તૈયારી રૂપે હાલના તબક્કે કામગીરી બંધ રાખવામાં આવી છે.