પરંપરાગત વસ્ત્રોમાં ભવ્ય શોભાયાત્રા નીકળી : મહાપ્રસાદ યોજાયોટંકારા : ગઈકાલે ચારણ ગઢવી કુળમાં પ્રગટેલા મઢડાધામવાળા આઈ શ્રી સોનલ માંનો 101મોં પ્રાગટ્ય દિવસ હતો. જેમના પરચા આજે પણ હાજરાહજુર છે એવી આઈ શ્રી સોનલમાં સમગ્ર અઢારેય વરણમા પુજાય છે. જે સોનલ બીજની ભવ્ય ઉજવણી ટંકારા ગામે ચારણ ગઢવી સમાજ દ્વારા કરવામાં આવી હતી. જેમાં સવારે આઈ શ્રી ચાંપબાઈ માંના મંદિરે મહાઆરતી કરવામાં આવી ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા ટંકારા ગામમાં નીકળી હતી.જેમાં ચારણ સમાજની બહેનો પોતાના પરંપરાગત પહેરવેશમાં સજ્જ થયા હતા. શોભાયાત્રા આઈ શ્રી ચાંપબાઈ માંના મંદિરેથી શ્રી રાજબાઈ ચોકમાં, ત્યાંથી શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે, ત્રણ હાટડી વિસ્તાર,યુવા ચોક, ઉગમણા નાકેથી પરત ઘેટીયાવાસમાં આઈ શ્રી ચાંપબાઈ માંના મંદિરે પરત ફરી હતી.ત્યારબાદ મહાપ્રસાદનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન ટંકારા ગામના સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા કરવામાં આવેલ હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.