મોરબી : મોરબી શહેર કૈલા પરિવાર દ્વારા , ભરતવન ફાર્મમાં 29 ડીસેમ્બરના દિવસે સ્નેહમિલન પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી કરવામાં આવ્યું હતું. બ્લડ કેમ્પમાં 56 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. સ્નેહમિલન પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરી મોરબી શહેર કૈલા પરિવારે સમાજ અને યુવાનોને પ્રેરણા આપી છે. બ્લડ કેમ્પ ને સફળ બનાવવામાં કૈલા પરિવારના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ રક્તદાતાઓ, આયોજકો, અને યુવાનોનો આભાર માન્યો હતો.