મેક્સિકો અને કતારમાં એન્ટીડમ્પિંગ ડ્યુટી લાગી, હવે કુવૈતમાં તૈયારી : ઇન્ટરનેશનલની સાથે ડોમેસ્ટિક માંગ પણ ઘટી રહી છે : યુદ્ધની સ્થિતિના કારણે પણ ટાઇલ્સની માંગ ઘટી, છેલ્લા 4 મહિનામાં સિરામિક ઉદ્યોગની હાલત વધુ બગડીમોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ઉદ્યોગ માટે વર્ષ 2025માં પણ કપરા ચઢાણ હોવાનું સામે આવ્યું છે, હાલમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં વેપાર ઘટયા છે તેવામાં ડ્રેગને મોરબીના સિરામિક ઉદ્યોગની કમર તોડવા નેપાળમાં સીરામીક પ્લાન્ટ નાખતા મોરબી સિરામિક ઉદ્યોગ માટે પડકાર સર્જાયો છે. બીજી તરફ વિદેશમાં એન્ટી ડમ્પિંગ ડયૂટીનો પ્રશ્ન પણ ઉદ્યોગજગતને મૂંઝવી રહ્યો છે.મોરબીમાં 1000 જેટલા સિરામિક એકમો છે. જેના થકી સીધી તેમજ આડકતરી રીતે લાખો લોકોને રોજગારી મળે છે. મોરબીનું અર્થતંત્ર પણ સિરામિક ઉદ્યોગ ઉપર ટકેલું છે. જ્યારે સિરામિક ઉદ્યોગમાં મંદીના ઓછાયા આવે છે ત્યારે સ્થાનિક માર્કેટમાં પણ મંદીના વાદળો છવાઈ જાય છે. સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું કે વર્ષ 2025 સિરામિક માટે ખરાબ રહેશે. મેક્સિકો અને કતારમાં એન્ટીડમ્પિંગ ડ્યુટી લગાવવામાં આવી છે હવે કુવૈતમાં તેની પ્રોસેસ ચાલુ છે. આના કારણે સિરામિક ઉદ્યોગનું એક્સપોર્ટ ઘટશે. વૈશ્વિક અશાંતિના કારણે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે. જેના કારણે પણ ડિમાન્ડ ખૂબ ઘટી છે.બીજી તરફ ડોમેસ્ટિક માર્કેટમાં પણ ડિમાન્ડ નથી. પેમેન્ટ પણ કોઈ પાસે નથી. ડિમાન્ડના પ્રમાણમાં પ્રોડક્શન વધુ થઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી સિરામિક ઉદ્યોગ મંદીમાં સપડાયો છે. તેમાંય છેલ્લા 3થી 4 મહિનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. હાલ 150 વોલ ટાઇલ્સની ફેકટરી શટ ડાઉન થઈ ગઇ છે. આ ઉપરાંત પણ અનેક ફેકટરી ચાલુ-બંધ થયા કરે છે.________________________________________નેપાળમાં 7થી 8 પ્લાન્ટ આવ્યા એટલે હવે યુપી, ઝારખંડ અને બંગાળનું માર્કેટ હાથમાંથી જશેનેપાળમાં સિરામિકના મોટા સાતથી આઠ જેટલા પ્લાન્ટ શરૂ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીને જ સિરામિકના આ પ્લાન્ટ ઉભા કરાવ્યા છે. આ સિરામિકના પ્લાન્ટ ત્યાં સ્થપાવાથી યુપી, ઝારખંડ, બંગાળનું માર્કેટ મોરબી સિરામિક ઉદ્યોગના હાથમાંથી ચાલ્યું જશે. કારણકે આ નેપાળના બોર્ડરના રાજ્યો છે ત્યાથી પરિવહન સરળ પડે.________________________________________કન્ટેનર ભાડા હાલ ડબલ છે સિરામિક એસો.પ્રમુખ હરેશભાઇ બોપલિયાએ જણાવ્યું કે સિરામિક ઉદ્યોગ પુષ્કળ મંદીનો સામનો કરી રહ્યું છે. કન્ટેનરમાં શોર્ટ સપ્લાય થઈ રહી હોય છેલ્લા ચારેક મહિનામાં ભાડા 4 ગણાથી વધુ હતા. જે ઘટવાના શરૂ તો થયા છે. હજુ પણ બેગણું ભાડું છે. બીજી તરફ અમૂક દેશો દ્વારા એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવાનો પણ ભય સતાવી રહ્યો છે.________________________________________