મોરબી : મોરબીના સ્વ. ધનજીભાઈ પી. માનસેતાના દીકરી વીણાબેનના પુત્ર અને રઘુવંશી એજ્યુકેશન સોશ્યલ ગ્રુપ મોરબીના પ્રમુખ અને સિનિયર ધારાશાસ્ત્રી પી.ડી. માનસેતાના ભાણેજ એવા સ્મિત આર. ઠક્કરે (મૂળ સુરેન્દ્રનગર, હાલ ગાંધીનગર) હાલમાં લેવાયેલી સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)ની ફાઈનલ પરીક્ષા પાસ કરી છે. આ તકે તેમના મામા પી.ડી. માનસેતા દ્વારા સ્મિત ઠક્કરને શુભકામના પાઠવી છે.