મોરબી : મોરબીના મોડપર ગામે આગામી તારીખ 7 જાન્યુઆરી ને મંગળવારના રોજ માધવપ્રિયદાસજી સ્વામિની પ્રેરણાથી દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.7 જાન્યુઆરીએ મોડપર ગામે રામજી મંદિર ચોકમાં સવારે 8-30 થી 9-30 સુધી જપયજ્ઞ યોજાશે. ત્યારબાદ 9-30 થી 11-30 સુધી સંતોના આશીર્વાદ અને ત્યારબાદ મોડપર હાઈસ્કૂલ ખાતે 11-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આ દિવ્ય શાકોત્સવ પ્રસંગે મૂળીધામના વૃંદાવનદાસજી સ્વામી, સંસ્કારધામ મોરબીના પ્રેમપ્રકાશદાસજી સ્વામી, ભાત ગામ અમદાવાદના પુરૂસોત્તમચરણ સ્વામી (દાસ સ્વામી), સંસ્કારધામ મોરબીના જગતપ્રકાશદાસજી સ્વામી, હળવદ મંદિર (જુના ટાવર)ના ભક્તિનંદનદાસજી સ્વામી, નકલંકધામ બગથળાના દામજી ભગત, સંસ્કારધામ મોરબીના દિવ્યપ્રકાશદાસજી સ્વામી, હળવદ મંદિર (જુના ટાવર)ના બ્રહ્મચરણ સ્વામી અને SGVP છારોડી ગુરુકુળનું સંત મંડળ ઉપસ્થિત રહેશે. આ દિવ્ય શાકોત્સવના યજમાન પરિવાર VCC કલર ફેમિલી (સી.સી. પટેલ) તથા મોડપર ગામ સમસ્ત છે.