મહાપાલિકાને મંજુરી આપ્યાની સાથે જ ધડાધડ મ્યુનિ. કમિશનર અને ડે.મ્યુનિ.કમિશનરની નિમણુંક મોરબી : ગુજરાત સરકાર દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે જ મોરબી સહિતની 9 નવી મહાનગર પાલિકાની જાહેર કરતાંની સાથે જ નવયે મહાનગર પાલિકા માટે મ્યુનિસપિલ કમિશનરની નિમણુંક કરતો હુકમ કર્યો છે એ સાથે જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરની નિમણુંક કરતો હુકમ પણ કર્યો છે. જે અન્વયે રાજકોટ મહાનગર પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખેરેને મોરબી મહાનગર પાલિકાના પ્રથમ મ્યુનિસપિલ કમિશનર તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ સાથે મોરબીના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાની મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે નિમણુંક કરવામાં આવી છે.