રાજ્ય સરકારે મહાનગર પાલિકાની જાહેરાત કરતાંની સાથે જ કમિશનરોની નિમણુંક રાજકોટ : ગુજરાત સરકાર દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે જ મોરબી સહિતની નવ નવી મહાનગર પાલિકાની જાહેર કરતાંની સાથે જ નવયે મહાનગર પાલિકા માટે મ્યુનિસપિલ કમિશનરની નિમણુંક કરતો હુકમ કર્યો છે, જે અન્વયે રાજકોટ મહાનગર પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખેરેને મોરબી મહાનગર પાલિકાના પ્રથમ મ્યુનિસપિલ કમિશનર તરીકે નિમણુંક કરવામાં આવી છે.