મોરબી : મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર જુના બસસ્ટેન્ડ વાળા વણાંકમા જીજે - 36 - એએફ - 5098 નંબરની ઇનોવા કારના ચાલકે જોરદાર વળાંક લઈ પ્રકાશ ઘૂઘરા પાસે ઉભેલા બસીરમીયા અબ્દુલરહેમાન કાદરી ઉ.65 નામના વૃદ્ધને હડફેટે લઈ પગ ઉપર ઇનોવાનું ટાયર ફેરવી દેતા બસીરમીયાના પગના પંજામાં ફ્રેક્ચર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.