મોરબી : મોરબીના વેજીટેબલ રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિરના પંચમુખી સત્સંગ હોલ ખાતે આગામી તારીખ 4 જાન્યુઆરી ને શનિવારના રોજ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. પાઠ પઠન રાત્રે 8-30 કલાકેથી શરૂ થશે. જેમાં વક્તા તરીકે અશ્વિનકુમારજી પાઠકજી ઉપસ્થિત રહેશે. તો આ સુંદરકાંડ પાઠનો લ્હાવો લેવા વલ્લભદાસ દામજીભાઈ આડઠક્કર પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.