હળવદમાં રાત્રે મોબાઈલની દુકાન વધાવીને 22 વર્ષીય યુવાન પોતાના ગામ જઈ રહ્યો હતો,તે વેળાએ બાઇક ઉપર કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માતહળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામ નજીક નવા ઇસનપુર ગામના 22 વર્ષીય આશાસ્પદ યુવાનનું બાઈક વળાંકમાં સ્લીપ ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં યુવાનનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું છે. હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે રહેતા વિપુલભાઈ હરખાભાઈ પરમાર ઉંમર વર્ષ 22ને હળવદમાં મોબાઇલની દુકાન હોય દરરોજની જેમ ગઈકાલે પણ દસેક વાગ્યે મોબાઈલની દુકાન વધાવી યુવાન બાઈક પર પોતાના ગામ ઇસનપુર જઈ રહ્યો હતો.ત્યારે વેગડવાવ ગામ નજીક નદી પાસે વળાંકમાં બાઈક સ્લીપ ખાઈ જતા બાઈક રોડ નીચે ઉતરી ગયું હતું જેથી યુવાનને ગંભીર રીતે ઈજા પહોંચી હતી જેથી તેનું મોત નીપજ્યું છે.