મોરબી : મોરબીમાં આવતી કાલે તા. 1-1-2025 ને બુધવારના રોજ મેન્ટેનન્સની કામગીરી તથા રોડ વાઇડનીંગની કામગીરી હોવાથી અલગ અલગ વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં લાઈન કામની તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી રાજનગર ફીડર આવતા વિસ્તારો જેવા કે, રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોક ની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ-૩,૪,૫,૬ નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલીફોન એક્સચેન્જ વાળો વાસ્તર વગેરે વિસ્તારોમાં સવારે 8:30 થી બપોરના 4:39 કલાક દરમ્યાન વીજપુરવઠો બંધ રહેશે. તેમજ શહેર પેટા - 2 વિભાગ હેઠળ વાઇડનીંગની કામગીરી હોવાથી ત્રાજપર ફીડરમાં આવતા વિસ્તારોમાં તાલુકા પોલીસ લાઈન, હાઉસિંગ બોર્ડ, પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલાપાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસા, અંબિકા સોસા, આનંદ નગર, મધુરમ સોસા, મયુર સોસા ઋષભ નગર, સૂર્યકિર્તી નગર વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં સવારે 8 થી 3:30 કલાક દરમ્યાન વીજપુરવઠો બંધ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.