મોરબી : આશાપુરા એન્ટરપ્રાઈઝ દ્વારા મધુપુર ગામ ખાતે મેલડી માતાજીના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન તારીખ 15 જાન્યુઆરી ને બુધવારના રોજ કરવામાં આવ્યું છે. જેમાં સાંજે 6 કલાકે પ્રસાદ તથા રાત્રે 8 કલાકે ડાકની રમઝટ બોલાવવામાં આવશે.માતાજીના આ માંડવામાં ગુજરાતના ડાકડમરૂના કલાકાર દિનેશભાઈ રાવળ દ્વારા ડાકની રમઝટ બોલાવશે. માતાજીના માંડવાનો લ્હાવો લેવા માટે મોરબીની જાહેર જનતા તેમજ માતાજીના બાનાધારીઓને આ શુભ પ્રસંગે પધારવામા માટે મેલડી ધામ મંદિર ટ્રસ્ટના જયદેવસિંહ જાડેજા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.