કોંગ્રેસના આગેવાનોને પણ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં આમંત્રિત કરવા કોંગ્રેસ પ્રમુખની કલેકટરને રજુઆતમોરબી : મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ભાજપના આગેવાનોને સ્થાન આપવામાં આવ્યું હોવાના ફોટો વાયરલ થયા બાદ હવે કોંગ્રેસે પણ તેઓના આગેવાનને સ્થાન આપવા માટે જિલ્લા કલેકટરને રજુઆત કરી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું કે મોરબી જીલ્લા સંકલન સમિતિની છેલ્લે મળેલી બેઠકના ફોટા સોશિયલ મીડીયામાં મુકવામાં આવેલ છે. જેમાં સરકારી અધિકારીઓ તથા ચુંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત ભાજપના આગેવાનો પણ જોવા મળી રહ્યા છે અને જીલ્લા સંકલન સમિતિની બેઠકમાં જો ભાજપના આગેવાનીને સ્થાન આપવામાં આવતું હોય તો રાષ્ટ્રીય પક્ષના પ્રતિનિધિ તરીકે કોંગ્રેસના આગેવાનોને પણ આમંત્રિત કરીને સ્થાન આપવામાં આવે તેવી માંગ છે.