અત્યાર સુધીમાં કુલ 11,446 લોકોએ આ કેમ્પનો લાભ લીધો મોરબી : જાણીતી આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે યોજાય છે. જે અંતર્ગત તા. 4-1-2025 ને શનિવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન સ્વ.ઉજમબેન ગોકળભાઈ મારવાણીયા (હ.દીનેશભાઈ મારવાણીયા-રાજપર વાળા) પરિવારના સહયોગથી વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે.જેમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.મહત્વનું છે કે, દર મહીનાની 4 તારીખે આ કેમ્પ યોજવામાં આવે છે. ત્યારે વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી મો. નં. 98250 82468, નિર્મિતભાઈ કક્કડ મો. નં. 99988 80588, હરીશભાઈ રાજા મો. નં. 98792 18415, અનિલભાઈ સોમૈયા મો. નં. 85110 60066 પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 39 માસ દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ 11,446 લોકોએ લાભ લીધો હતો. તેમજ 5190 લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.