ડુંગળી અને લીંબુના ભાવમાં વધારોમોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 31 ડિસેમ્બરે 1896 ક્વિન્ટલ એટલે કે 9480 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1485 સુધી બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 78 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 744, તલના 2390, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1125 સુધી ભાવ બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4454, બાજરાના 613, ચણાના 1238, એરંડાના 1194 અને ગુવાર બીના 922 રૂપિયા ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 900 રૂપિયા, ટામેટાના 400 રૂપિયા, કોબીજના 160 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 500 રૂપિયા ભાવ બોલાયા છે.