મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વીસીપરા વિસ્તારમાં રણછોડનગરમા આવેલ શાંતિવન સ્કૂલ પાસે જાહેરમાં ચલણી નોટો ઉપર નોટ નંબરીની જુગાર રમી રહેલા આરોપી દેવરજભાઇ હરેશભાઇ ચાવડા અને જાવેદભાઇ ઇકબાલભાઇ મોવરને રોકડા રૂપિયા 450 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.