મોરબી : આવતીકાલે તારીખ 31 ડિસેમ્બર ને મંગળવારના રોજ ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.કાલે મંગળવારે ગજાનંદ JGY સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે. જેથી કાલિકાનગર ગામ તથા આસપાસના વિસ્તારમાં આવતા તમામ રહેણાક, વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.