મોરબી : “સર્વજન સુખાય, સર્વજન હિતાય”ના મંત્રને અદમ્ય વેગ આપી રહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન' અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું ટી.બી. મુક્ત ભારત માટેનું 100 દિવસનું અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી દ્વારા ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત કામગીરી કરાઈ હતી.મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ અને જિલ્લા ક્ષય અધિકારી ડો. ડી.ડી. અજાણાની સૂચના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના મેડિકલ ઓફિસર ડો. રાધિકા વડાવિયા અને સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસના માર્ગદર્શન અનુસાર આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલીના કર્મચારીઓ દિલીપ દલસાણીયા, સી.એચ.ઓ. ખુશબુ પટેલ અને ગામના આશા વર્કર બહેનો દ્વારા રાષ્ટ્રીય ટી.બી. અભિયાનના હેતુ અનુસાર ટી.બી.ના દર્દીઓને શોધી તેમને મફત દવા પુરી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના અંતર્ગત ગામના લોકોને ટી.બી. વિશે યોગ્ય મહિતી આપી લક્ષણ ધરાવતા લોકોના સ્ફૂટમ તપાસ તેમજ ખાસ ગામના 60+ ઉંમર ધરાવતા વડીલોને જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે લઈ જઈ તેમનો એક્સ રે કરાવી તેમનું નિદાન વધુ યોગ્ય કરવામાં આવ્યું હતું.