હળવદ : હળવદ તાલુકાની ચાડધ્રા ગ્રામ પંચાયતના સભ્ય સહિતના 4 લોકો વીજ ચોરી કરતા હોવાનું ખુલ્યું છે. જેને પગલે પીજીવીસીએલ દ્વારા રૂ.2.67 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ચાડધ્રા ગામે પીજીવીસીએલ દ્વારા ચેકીંગ ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી જેમાં મહિલા સરપંચના પતિ અને હાલના સભ્ય જગદીશભાઈ કેશુભાઈ સહિત 4 લોકો વીજ ચોરી કરતા હોવાનું ખુલ્યું હતું. પીજીવીસીએલ દ્વારા જગદીશભાઈ કેશુભાઈને રૂ. 1,04,317, ઓધવજીભાઈ લક્ષ્મણભાઈ કોળીને રૂ. 58036, મેરુભાઈ મનુભાઈ ગઢવીને રૂ. 53287 અને દશરથ જેથીભાઈ ગઢવીને રૂ. 52709નો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ચાડધ્રા ગામમાં પીજીવીસીએલના દરોડામાં ગામના આગેવાન જ વીજ ચોરી કરી સરકારી કંપનીની તિજોરીને નુકસાન પહોંચાડતા હોવાનું ખુલતા આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.