યાર્ડમાં આજે 9685 મણ કપાસની આવક થઈ, ભાવ 1510 સુધી બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 30 ડિસેમ્બરે 1937 ક્વિન્ટલ એટલે કે 9685 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1510 સુધી બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 111 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 727, તલના 2312, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1157 સુધી ભાવ બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4430, મગના 1501, ચણાના 1246 અને મઠના 900 રૂપિયા ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 900 રૂપિયા, રીંગણાના 260 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 900 રૂપિયા, ટામેટાના 400 રૂપિયા, કોબીજના 140 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 600 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 340 રૂપિયા ભાવ બોલાયા છે.