ડાબી કિડનીમાંથી 5 સેમિની પથરી કાઢવામાં આવી, જમણી કિડનીના ગંભીર ચેપ હોવાથી કિડની કાઢવામાં આવી : દર્દી સ્વસ્થ થઈ જતા રજા આપી દેવાઈમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ): આયુષ હોસ્પિટલના સુપર સ્પેશિયાલિટી યુરો સર્જરી વિભાગે એક વૃદ્ધ મહિલાનું ડાબી કિડનીમાં પથરી તથા જમણી કિડની કાઢવાનું સફળતાપૂર્વક ઓપરેશન કર્યું છે. દર્દી સ્વસ્થ થઈ જતા તેને રજા પણ આપી દેવાય છે.મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં મીઠીબેન રૂપાભાઇ સરવૈયા (ઉ.વ. ૭૯) જેમને ગંભીર ચેપ (ઇન્ફેકશન) લાગતા સારવાર માટે તેઓ આયુષ હોસ્પિટલ ખાતે યુરો સર્જન ડો. કેયૂર પટેલને બાતવા માટે આવેલ હતા. તેઓને રેડિયોલોજિકલ રિપોર્ટ કરતાં જાણવા મળ્યું કે તેઓને ડાબી કિડનીમાં 5 સેન્ટિમીટરની પથરી છે.ત્યારબાદ આગળ વધુ રિપોર્ટ કરાવતા DTPA સ્કૅન દ્વારા કન્ફોર્મ કરાયું કે તેમની જમણી કિડની પણ ખરાબ થય ગઈ છે અને કામ કરતી બંધ થઈ ગઈ છે. અને દર્દીને પેહલાથી જ બીપીની તકલીફ હતી. સૌ પ્રથમ દર્દીને ICUમાં દાખલ કરીને જે ખુબજ વધારે ચેપ લાગી ગયેલ હતો. તેને સ્ટેન્ટ મૂકી ક્લિયર કરાયું ત્યાર બાદ ડાબી કિડનીમાં જે 5 સેન્ટિમીટરની પથરી હતી તેનું દૂરબીન (એન્ડોસ્કોપી) દ્વારા ઓપરેશન કરાયું હતું. જેને PCNL કેહવાય છે. સામાન્ય રીતે 5 સેન્ટિમીટર જેવી મોટી પથારીમાં કાપો મૂકીને ઓપરેશન કરવું પડતું હોય છે પરંતુ ડૉ. કેયૂર પટેલ દ્વારાં દૂરબીન વડે એક જ વારમાં પથરી કાઢી લેવાય અને સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડયું હતું. ત્યારપછી 3 અઠવાડીયા બાદ ફરી વાર તેઓને દાખલ કરીને દૂરબીન દ્વારા જમણી કિડની કાઢી નાખવાનું ઓપરેશન કરાયું હતું. જેને લેપ્રોસ્કોપિક નેફ્રેક્ટોમિ કેહવાય છે. જમણી બાજુની કિડની કામ કરતી બંધ થઇ ગઈ હતી. તેનું કારણ એ હતું કે છેલ્લાં બે વર્ષ થી 2.5 સેન્ટિમીટરની પથરી કિડનીની નળીમાં ફસાયેલ હતી અને દર્દીએ સમય સર સારવાર ન લેતાં કિડનીમાં ગંભીર ચેપ લાગી ગયો હતો. અત્યારે બેન્ને ઓપરેશન બાદ દર્દી એકદમ સ્વસ્થ છે અને હોસ્પિટલમાથી રજા પણ લઈ લીધી છે.તેમ આયુષ હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે.