મોરબી : આઈ મચ્છો યુવા ગૃપ મોરબી દ્વારા તા. 1-1-2025 ને બુધવારના રોજ આઈ શ્રી કોઠાવાળા મચ્છુ માતાજીનો 24 કલાક નવરંગ માંડવાનું આઈ શ્રી કોઠાવાળા મચ્છુ માતાજીનું મંદિર, દરબાર ગઢ, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ 1-1-2024ના રોજ સવારે શુભ ચોઘડિયે થાંભલી રોપણ, સવારે 10 કલાકે સામૈયા, બપોરે 11 કલાક મહા પ્રસાદ, રાત્રે 10 કલાકે ડાકની રમઝટ તથા તા. 2-1-2025ના રોજ સવારે શુભ ચોઘડિયે થાંભલી વધામણાં કરવામાં આવશે. આ માંડવામાં રાવળદેવ હરેશભાઇ પનારા (ટંકારા વાળા) અને રાવળદેવ વિરમભાઈ પનારા (ટંકારા વાળા) ડાકની રમઝટ બોલાવશે. ત્યારે આ માંડવામાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.