લોકોને અવરજવરમાં તકલીફ : તંત્ર લાતી પ્લોટની સમસ્યાઓનું નિરાકરણ લાવે તેવી માંગમોરબી : મોરબીના લાતી પ્લોટમાં આજે એક ટ્રક ફસાઈ ગયો હતો. જેને કારણે આ વિસ્તારમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર લાતી પ્લોટ 7માં આજે લોખંડના પાઇપ ભરેલો એક ટ્રક કાદવમાં ફસાઈ ગયો છે. અહીં ભૂગર્ભ ગટરના ઉભરાવાથી કાદવ જમા થઈ ગયો છે. જેમાં આ ટ્રકના ટાયર ખૂંચી ગયા હતા. હાલ ટ્રકને ખાલી કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન લોકોને અહીંથી અવર જવર કરવામાં તકલીફ પડી રહી છે. બીજી તરફ લાતી પ્લોટમાં સુવિધાના અભાવે અહીં સમસ્યાઓ ઉભી જ હોય છે. ત્યારે તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.