માળિયા (મિયાણા) : આજ રોજ મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયાના માર્ગદર્શન હેઠળ માળિયા શહેર પ્રમુખ જેડા તૈયબ જુસબ, માળિયા શહેર ઉપપ્રમુખ જેડા અલ્તાફ હુશેન અને માળિયા શહેર મહામંત્રી કટીયા રિઝવાનભાઈ તથા માળિયા શહેર ટીમ દ્વારા આમ આદમી પાર્ટીનું સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહના આત્માને શાંતિ માટે 2 મીનીટ મૌન પાળવામાં આવ્યું હતું. આ સ્નેહમિલનમાં કચ્છ - મોરબી ઝોન પ્રભારી અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સંજયભાઈ બાપટ, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ વિરમગામા, મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા, મોરબી તાલુકા પ્રમુખ જલ્પેશભાઈ ધોડાસરા, આમ આદમી પાર્ટીના પ્રવક્તા શૈલેષભાઈ જીવાણી હાજર રહ્યા હતાં. આ પ્રસંગે આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈને ધર્મગુરુ સૈયદ કુરબાન શાહ હુશેનશા બાપુની આગેવાની હેઠળ માળિયા તાલુકા આગેવાનો એવાં સંધવાણી અબ્બાસભાઈ, સંધવાણી ફતેમામદભાઈ, જામ ફારુક, જામ ઈનુશ, કટીયા ઈનુશ, બાઈગાલી અનવર, બાઈગાલી ફિરોઝ, પટેલ બાબરીયા, હસન નુરમામદ, કટીયા કાસમ, કટીયા રહીમ, સામતાણી તૈયબ તથા અનેક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ તમામ કાર્યકરોએ પોતાના ધર્મગુરુને 30 - 30 નવા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડવા વચન આપ્યું છે. ધર્મગુરુ દ્વારા માળિયા નગરપાલિકા જીતવા માટે રણનીતિ ઘડવા માટે હાકલ કરી હતી.