મોરબી : મોરબી અને માળીયા મિયાણા પોલીસે. અલગ અલગ ત્રણ દરોડામાં રફાળેશ્વર, વવાણીયા અને ખાખરેચીમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા ત્રણ વરલીભક્તને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર ચોકડી પાસેથી આરોપી સુનિલ મહાવીરભાઈ રાયા રહે.રફાળેશ્વરવાળાને રોકડા રૂપિયા 560 સાથે પકડી પાડ્યો હતો. જ્યારે બીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસે વવાણીયા ગામના તળાવ પાસેથી યાસીન હુસેનભાઈ મોવર રહે.માળીયા વાળાને રોકડા રૂપિયા 450 સાથે તેમજ ત્રીજા દરોડામાં ખાખરેચી બસસ્ટેન્ડ પાસેથી આરોપી તેજસ નરસીભાઈ લાંઘણોજા રહે.ખાખરેચી વાળાને રોકડા રૂપિયા 470 સાથે પકડી પાડી વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.