મોરબી : રાજ્યના બિન હથિયારી ASI તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને બિન હથિયારી PSI તરીકે બઢતી આપવા માટે ખાતાકીય પરીક્ષાનું આયોજન કરાયું હતું. આ પરીક્ષાનું પરિણામ જાહેર થતાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ત્રણ ASIનું PSI તરીકે પ્રમોશન થયું છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રભાઈ ખાચર, ઉપરાંત અન્ય બે ASI અશોકભાઈ સારદિયા અને રવિરાજસિંહ ઝાલાને PSI તરીકે બઢતી મળી છે.