વૈદિક યજ્ઞ, સત્યનારાયણ કથા, બટુક ભોજન, ધુન, મહાઆરતી, મહાપ્રસાદ, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાશેમોરબી : મોરબીના સો-ઓરડી વિસ્તારમાં આવેલા વરિયા માતાજીના મંદિરે આગામી તારીખ 30 ડિસેમ્બર ને સોમવારના રોજ ગુરુદેવ વિરદાસબાપુની 20મી પુણ્યતિથિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.વિરદાસબાપુની પુણ્યતિથિ નિમિત્તે વરિયા માતાજીના મંદિરે 30 ડિસેમ્બર ને શનિવારે સવારે 8-30 કલાકે પંચકુંડી વૈદિક યજ્ઞનું આયોજન કરાયું છે. બપોરે 2-30 કલાકે ભગવાન સત્યનારાયણની કથા યોજાશે. સાંજે 4 કલાકે બટુક ભોજન કરાવવામાં આવશે. સાંજે 4-30 કલાકે ગોકુળના બાલા હનુમાન તથા વરિયા મહિલા મંડળ દ્વારા ધુન યોજાશે. સાંજે 5-45 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 6-30 થી 8 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જેમાં સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના ઉંબરાદીઠ એક વ્યક્તિને પધારવા નિમંત્રણ પાઠવાયું છે. સાંજે 6-30 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં સંતવાણી આરાધક રાહુલ રાવળ (ભજનીક), અક્ષય પ્રજાપતિ (લોકસાહિત્યકાર), ઉસ્તાદ કશ્યપ અગ્રાવત અને બેન્જો રાહુલ મકવાણા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ઠાકર ભજન મંડળ, જય ગુરુદેવ ગ્રુપ, વરિયા મહિલા ધુન મંડળ- મોરબી-2 તેમજ સમસ્ત જ્ઞાતિજનોનો સહકાર મળી રહ્યો છે.