મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 28 ડિસેમ્બરે 1998 ક્વિન્ટલ એટલે કે 9990 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1483 બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 67 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 719, તલના 2394, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1112 સુધી ભાવ બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4390, અડદના 1506 અને ચણાના 1238 રૂપિયા ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 900 રૂપિયા, રીંગણાના 240 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 540 રૂપિયા, કોબીજના 160 રૂપિયા, કાકડીના 560 રૂપિયા, લીંબુના 700 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 340 રૂપિયા ભાવ બોલાયા છે.